<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

વી.ડી.કાણકીયા કોલેજમાં બજેટ ૨૦૨૪ પર વિદ્યાર્થીઓ વચ્‍ચે પ્રેઝન્‍ટેશન કોમ્‍પિટિશન

સાવરકુંડલા : શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી. ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં  કોમર્સના વિદ્યાર્થીઓ માટે બજેટ વિશ્‍લેષણ ૨૦૨૪ પર વિદ્યાર્થીઓ વચ્‍ચે પ્રેઝન્‍ટેશન કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રિન્‍સિપાલ ડો. એસ. સી. રવિયાએ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. તળતીય ક્રમે ચૌહાણ તોહા, વઘાસીયા મિષા, મંજુસા નિકિતા, ખેરાળા અક્ષિત અને મકવાણા સાહિલ, દ્વિતીય ક્રમે પઠાણ શાહિદ, રામ ધ્રુવપાલ અને પ્રથમ ક્રમે ગોંડલીયા દક્ષિતા અને ટાંક કળપાલી આવ્‍યા હતા. નિર્ણાયક તરીકે અર્થશાષા વિભાગના અધ્‍યક્ષ પ્રો. ડો. પુષ્‍પાબેન રાણીપા તેમજ કોમર્સ વિભાગના પ્રો. ડો.હરેશ દેસરાણીએ સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રો. ડો. કલ્‍પેશ રાડીયાએ કર્યું હતું. (તસ્‍વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(2:50 PM IST)