હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલી જીલ્લાના લાઠીના હીરાણા તળાવમાં ન્હાવા ગયેલ બાળક ડૂબવા લાગતા બીજુ બાળક બચાવવા જતાં બંને બાળકોના ડૂબી જવાથી મોત
પશુઓને ચરાવવા ગયેલા બંને બાળકોના મોતથી પરિવારમાં ભારે શોક : સ્થાનિક લોકોએ તળાવમાંથી બંને બાળકોને બહાર કાઢ્યા પરંતુ જીવ ન બચ્યો

અમરેલી તા.૮ : જિલ્લાના લાઠીના હીરાણા તળાવમાં બે બાળકો ડુબી જતાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.તળાવમાં ન્હાવા પડેલા બાળક ડૂબતા અન્ય બાળક બચાવવા જતાં બન્ને ડૂબી જતાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
બંને બાળકોના મોત નીપજતા પરિવારમાં પણ શોક લાગણી છવાઈ ગઈ હતી. હાલ બંને બાળકોના મૃતદેહ લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર તળાવ ખાતે બંને બાળકો પશુ ચરાવી રહ્યા હતા. તે સમયે કોઈ કારણોસર એક બાળક તળાવમાં પડી જતા તેમને બચાવવા જતા અન્ય બાળક પણ તળાવમાં ડૂબવા લાગ્યું હતું. જેમના કારણે ત્યાં આજુબાજુમાં રહેલા સ્થાનિક લોકોએ બંને બાળકોને કાઢી તાત્કાલિક લાઠી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેઓ બંને બાળકોને મૃત જાહેર કરતા શોક લાગણી વ્યાપી જવા સાથે ધાર્મિક અને તુષાર નામના બે બાળકોના મોત નીપજ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
