તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
હળવદઃ અપહરણ-દુષ્કર્મના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

(દિપક જાની દ્વારા) હળવદ તા.૯: મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે હળવદ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૦૭૪૮/૨૦૨૩ આઈપીસી કલમ ૩૬૩,૩૭૬(૨), જે.એમ.૩૭૬(૩)૧૪૪ તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમની કલમ- ૪,૫(એલ)૬ વી. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ગોવિંદ પર્વતભાઈ નાયક (રહે. અણિયાદ) હાલ અમરેલી જિલ્લાની તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટાફના માણસો સ્થળ પર જઇ તેની અટક કરી હળવદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
