News of Friday, 9th August 2024
ત્રંબામાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
એસીપી જે. બી. ગઢવી, પીઆઇ સ્મીતા રાઠોડ, આરટીઓ ખપેડ, નિવૃત આરટીઓએ લોકોને ટ્રાફિકના નિયમો સહિત અનેક મુદ્દે સમજ આપી

રાજકોટઃ કસ્તુબા ધામ ત્રંબામાં આવેલ કસ્તુરબા આશ્રમ ખાતે ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખાના એસીપી જે. બી. ગઢવી, પીઆઇ સ્મીતા રાઠોડ, પીએસઆઇ જે. જી. રાણા, આરટીઓ કેતન ખપેડ, નિવૃત આરટીઓ જે. વી. શાહ સહિતનાએ હાજર રહી વાહન અકસ્માતોથી કઇ રીતે બચવુ? ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ તે સહિતના મહત્વના મુદ્દાઓની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમજ ત્રંબા, વડાળી, અણીયારા, કાળીપાટ, ઢાંઢણી ગામના સરપંચો, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમ ત્રંબાથી જી. એન. જાદવે તસ્વીરો મોકલીને જણાવ્યું હતું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
