<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

પોરબંદરમાં તહેવારો પૂર્વે સ્‍ટોરેજોમાં ભેળસેળ યુકત મીઠાઇનો મોટો સંગ્રહ?

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની ટીમ ચેકીંગના નાટકને બદલે કડક પગલા લ્‍યે તેવી માગણી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર : તા. ૯: રક્ષાબંધન ૧૫ મી ઓગસ્‍ટ તથા સાતમ આઠમના તહેવારોનું કાઉન્‍ટ ડાઉન શરૂ થયું છે. ત્‍યારે કેટલાક મીઠાઇના વેપારીઓ તહેવારોમાં તગડો નફો કમાઇ લેવા તહેવારો પૂર્વે ભરપુર ભેળ સેળવાળી મીઠાઇ બનાવીને  મોટો જથ્‍થો ખાસ પ્રકારના કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરી રહ્યાની તેમજ આ સ્‍ટોરેજ ભેળસેળ યુકત મીઠાઇ તહેવારોમાં વેચાણ માટે મુકાશે તેવી ચર્ચા છે. આ મીઠાઇ અુમક સમય મર્યાદામાં અખાદ્ય થઇ જાય તેવી હોય જાહેર આરોગ્‍ય ઉપર જોખમ વધ્‍યું છે.

તહેવારોમાં મીઠાઇના ઓર્ડરને પહોંચી વળવા સ્‍ટોરેજમાં સંગ્રહ કરાયેલી આ મીઠાઇની ગુણવતા અંગે ચેકીંગ માટે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ સજાગ થઇ ને તહેવારો પહેલા ચેકીંગ કરીને કડક પગલા લ્‍યે તેવી માગણી થઇ રહી છે. તહેવારો સમયે દરવખતે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની ટીમ માત્ર ત્રણ ચાર સ્‍થળો એ ભેળસેળ અને અખાદ્ય મીઠાઇ અંગે ચેકીંગ કરીને સંતોષ માની લ્‍યે છે. ત્‍યારે શહેરમાં તહેવારો પૂર્વે અખાદ્ય મીઠાઇ વેચાણનું કડક ચેકીંગ શરૂ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

(11:49 AM IST)