તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ઉપલેટા અને નાની મારડ ગામે જુગારના દરોડાઃ ૧૩ શખ્સો પતા ટીંચતા પકડાયા

રાજકોટ, તા., ૯: ઉપલેટા અને નાની મારડ ગામે જુગાર રમતા ૧૩ શખ્સોને પોલીેસે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં ઉપલેટા ગાધાના પારા પાસે ભગવતી પાર્ક-૧ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ઉપલેટા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) રઘુ સોમાભાઇ કાછરોલા ધંધો મજુરી રહે. ઉપલેટા ગાધાના પારા પાસે ભગવતી પાર્ક-૧ (ર) રોનીક જેન્તીભાઇ મસાલીયા ૩૧ ધંધો મજુરી રહે. ઉપલેટા ગાધાના પારા પાસે ભગવતી પાર્ક-૧ (૩) દિનેશ જેરામભાઇ ડામા ધંધો મજુરી રહે. ઉપલેટા ગાધાના પારા પાસે ભગવતી પાર્ક-૧ (૪) અર્જુન કેતન મસાલીયા ધંધો મજુરી રહે.ઉપલેટા કોલકી રોડ મનદીપ મીલસામે શાંતુકલનગર (પ) ધવલ જમનભાઇ કોરીયા ધંધો મજુરી, રહે. ઉપલેટા કાલા નાલા પાસે આમ્રપાલી સોસાયટી કેનાલ પાસે (૭) ઉમેશ ભરતભાઇ ધંધુકીયા ધંધો મજુરી ઉપલેટા જુના પોરબંદર રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ હનુમાન મંદીર તથા (૮) વિપુલ સુરેશભાઇ રાઠોડ ધંધો મજુરી રહે. જેતપુર ટાકોડી પરા શેરી નં. ૩ ને રોકડા રૂા. ર૩૦પપ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં પાટણવાવ પોલીસે નાની મારડ ગામની સીમમાં રોનક ખોડાભાઇ તળપદાએ ભાગમાં વાવવા રાખેલ વાડીના શેઢા પાસે ઓરડીની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) કમલેશ મનસુખભાઇ સુરીયા ધંધો ખેતી, (ર) રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા (૩) કિરણસિંહ ઉર્ફે કાનો બળદેવસિંહ જાડેજા (૪) વિનુભાઇ રણછોડભાઇ દેસાઇ તથા (પ) રોનક ખોડાભાઇ તળપદા ધંધો મજુરી રહે. તમામ નાની મારડને રોકડા રૂા. ર૭૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
