હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘એક પેડ ‘મા' કે નામ' અભિયાનને જન આંદોલન બનાવાશે : ભૂપેન્દ્રભાઇ પટેલ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના હર્ષદમાં રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક ‘‘હરસિધ્ધિ વન''નું લોકાર્પણ : મુખ્યમંત્રીના હસ્તે ૭૫મા વન મહોત્સવનો પ્રારંભ : એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે ગુજરાતમાં નિર્માણ કરાશે : મુળુભાઇ બેરા : શ્રી હર્ષદ માતાજી મંદિર સ્થળના વિકાસ માટે કેન્દ્ર દ્વારા ૨૫ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ૭.૫૦ કરોડની ફાળવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ : રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી ‘એક પેડ મા કે નામ' અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો.ᅠ
આ સાથે મુખ્યમંત્રીશ્રીએᅠ દરિયા કિનારે નિર્મિત રાજયના ૨૩મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન'નું લોકાર્પણ કર્યું હતું.ᅠ
રાજયના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ᅠ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે ‘માતૃવન'ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ᅠ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેᅠ આ અવસરેᅠ કહ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે,ᅠ ‘એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજયમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજયમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે.ᅠ
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે.ᅠ
દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જયોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે ‘હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.ᅠ
રાજયના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, ᅠ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં દેશના ગૌરવ સમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રોજેક્ટ લાયન' અમલમાં મુકવામાં આવ્યો છે. રાજય સરકારે સિંહોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વિશ્વ કક્ષાની લાયન હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટરની સ્થાપના કરવાનું પણ કાર્ય પ્રગતિમાં છે. ઉપરાંત ગીર વિસ્તારમાં વન્યપ્રાણી નિહાળવા માટે ગીર પૂર્વમાં જસાધાર નજીક નવીન સફારી પાર્કની સ્થાપના તેમજ આંબરડી સફારી પાર્કમાં નવીન સુવિધાઓ બાબતે રાજય સરકાર દ્વારા રૂપિયા ૧૮.૫૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમના પ્રારંભે વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં વનવિભાગ દ્વારા હરસિદ્ધિ વનની સુંદરતા પ્રસ્તુત કરતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરાઈ હતી.ᅠ
આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે ૭૫મા રાજયકક્ષાના વન મહોત્સવ નિમિત્તે વન વિભાગ તેમજ પોસ્ટ વિભાગ દ્વારા ખાસ સિક્કો તથા વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રકૃતિના સંવર્ધન માટે યોગદાન આપનારા સેવાભાવીઓને ‘વન પંડિત પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંᅠઅદાણી ફાઉન્ડેશનને રૂપિયા ૫૦ હજાર, નારણભાઈ કાનજીભાઈ રાવળને રૂ.૨૫ હજારનો ચેક આપીને બિરદાવવામાં આવ્યા હતા.ᅠᅠ
ઉપરાંત મહેસાણા તથા ભરૂચ તાલુકા પંચાયત, વેલુ ગ્રામ પંચાયત, લક્ષ્મણભાઈ રાવલિયા, હરજીભાઈ કારેણા, લાભુભાઈ સગર, રમેશભાઈ સાંકળિયા, અરવિંદભાઈ ડેડાણીયા, સણજા ચિરાગભાઈ,ᅠ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.ᅠ
આ કાર્યક્રમમાં જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (સા.વ.) ડો. એ.પી.સિંગ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) નિત્યાનંદ શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.ધાનાણી,ᅠ નાયબ વન સંરક્ષક દેવભૂમિ દ્વારકા અરૂણ કુમાર, નાયબ વન સંરક્ષક જામનગર આર. ધનપાલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી જનમેદનીᅠ ઉપસ્થિત રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
