News of Friday, 9th August 2024
ઉનામાં શેર બજારમાં ખોટ અને વ્યાજખોરોના ત્રાસથી ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૯ :.. શેર બજારમાં લાખોની ખોટ તેમજ વ્યાજખોરો દ્વારા ઉઘરાણી માટે અપાતી ધમકીઓથી કંટાળી જઇને કન્સ્ટ્રકશન કામના કોન્ટ્રાકટર શાંતિલાલ મોણપરાના પુત્ર મયુરભાઇએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે ખસેડાયેલ છે.
કન્સ્ટ્રક્શનનું કામ કરતા શાંતિલાલ મોણપરા ના દીકરા મયુર ભાઈ શાન્તિ ભાઈ મોણપરા ઊં.વ.૪૯ શેર માર્કેટ માં ટ્રેડિંગ નું કામ કરતા હતા જેમાં મોટી ખોટ જતા અને ક્રિપ્ટો કરન્સી નું પણ ટ્રેડિંગ કરતા હોય તેમા પણ લાખો રૂપિયા ની ખોટ જતા રાજકોટ ના બે લોકો ના રૂપિયા આપવાના હોય અમિત ભાઇ વ્યાસ રે. રાજકોટ, રવિ ભાઈ મારકણાં રે. રાજકોટ વાળા ને બાર લાખ રૂપિયા નું દેવું થઈ ગયેલ.
અને વારંવાર ઉઘરાણી કરતા હોય રાજકોટ ના સલીમ ભાઈ બજરંગ વાડી વચ્ચે પડી રૂપિયા પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ હતું પરંતુ મયુર ભાઈ તે રૂપિયા પણ આપી શકે તેમ ના હતા મૂળ રાજકોટ ના હાલ અમદાવાદ રહેતો રાજપાલ ભાઈ ને પણ રૂપિયા પાંચ લાખ ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગના માગતા હોય આરોપી રવિભાઈ મારકણાં અને સલીમ બજરંગ વાડી રે.રાજકોટ વાળા અવાર નવાર રૂપિયા ના ઉઘરાણી ના ફોન કરતાં ધમકી આપતા અને આરોપી ૨, ૩અલગ અલગ રીતે ઊના ઘરે આવી રૂપિયા ની ઉઘરાણી કરતા હોય. મયુર ભાઈ ચારે બાજુ થી ફસાઈ ગયા હોય રૂપિયા ના હોય ખોટ ગઈ હોય અંતે કંટાળી જય ગઈ કાલે સાંજે ઊના વેરાવળ રોડ ઉપર આવેલ કોલેજ પાસે બાકડા ઉપર બેસી જીંદગી નો અંત લાવવા ફિનાઇલ ની બોટલ પી. જઈ દસ થી વધુ ઊંઘ ની ગોળી ખાઇ લેતા તબિયત બગાડતા પ્રથમ ઊના સરકારી હોસ્પિટલે અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા અને મયુર ભાઈ ભાન મા આવતા તેમણે રૂપિયા ની ઉઘરાણી કરતા ચાર લોકો સામે માનસિક ત્રાસ અને મરવા મજબૂર કરી યા ને ફરિયાદ નોંધાવી હતી પોલીસે નવા કાયદા બી.એન. એસ.૩૦૮(૪), ૩૫૧મુજબ ગુનો દાખલ કરી પી. એસ.આઇ. આર.એચ. સુવા તપાસ કરી રહયા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
