તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 9th August 2024
ભૂપેન્દ્રભાઇએ ‘હરસિધ્ધિ વન'માં ક્રિષ્ન વડનું વૃક્ષારોપણ કર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકળતિક સંપદામાં વધુ એક મોરપંખ ઉમેરાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને દ્વિતીય સાંસ્કળતિક વન ‘હરસિદ્ધિ વન'ની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે. એક પેડ મા કે નામ અભિયાન વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રિષ્ન વડ વળક્ષનું વળક્ષારોપણ કરી પ્રકળતિની મહત્તાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. શ્રી કળષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોન્ટ,ગઝેબો, ગૂગલ વન સહિતની સુવિધાઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોએ વળક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વળક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે નવનિર્મિત ‘હરસિદ્ધિ વન' એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વિતીય સાંસ્કળતિક વન છે. આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાને નાગેશ વનની ભેટ આપી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ સંખ્યામાં વધારો થતાં સ્થાનિક માટે ઉન્નતિનો માર્ગ ખુલશે. આ તકે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
