<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ભૂપેન્‍દ્રભાઇ પટેલ તીર્થસ્‍થળ હર્ષદમાં હરસિધ્‍ધિ માતાના દર્શને

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ગાંધવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ‘હરસિદ્ધિ માતા'ના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્‍યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્‍ચાર સાથે થયેલી સ્‍તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી.

આ તકે વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયા, વન વિભાગના અગ્ર સચિવ  સંજીવકુમાર, કલેકટર  જી.ટી.પંડ્‍યા, જિલ્લા વિકાસ અધિકારી  એસ. ડી.ધાનાણી, અગ્રણી  મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, જનરલ મેનેજર જામ ધર્માદા ટ્રસ્‍ટ  વિનોદભાઈ કાયડા સહિતના મહાનુભાવોએ મુખ્‍યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

(11:53 AM IST)