<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

સંત અને ભગવાન જ હેતુ વગર કળપા કરી શકે : શ્રી ઉમાશંકર વ્‍યાસજી

મહુવા કૈલાસ ગુરુકુળમાં શ્રી મોરારીબાપુનાં સાનિધ્‍યમાં તુલસી સાહિત્‍ય સંગોષ્‍ઠી

(મૂકેશ પંડિત - મેઘના વિપુલ હિરાણી દ્વારા) ઇશ્‍વરીયા-ભાવનગર, તા.૯: મહુવા કૈલાસ ગુરુકુળમાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્‍યમાં તુલસી સાહિત્‍ય સંગોષ્ઠીમાં વિદ્વાન કથાકારો દ્વારા મનનીય વક્‍તવ્‍યનો લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે શ્રી ઉમાશંકર વ્‍યાસજીએ તેમના ઉદબોધનમાં જણાવ્‍યું કે, સંત અને ભગવાન જ હેતુ વગર કળપા કરી શકે છે.

સંત શ્રી તુલસીદાસજી જન્‍મોત્‍સવ ઉપક્રમે શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્‍ય સંગોષ્ઠીનો ગઈકાલ બુધવારથી કૈલાસ ગુરુકુળમાં પ્રારંભ થયો છે.

સંગોષ્ઠીમાં ચિંતન ઉદબોધન કરતાં બરેલીનાં શ્રી ઉમાશંકર વ્‍યાસજીએ મારીચ અને શ્રી રામ અરસપરસ પ્રેમી અને પ્રિયતમ હોવાનું જણાવી તુલનાત્‍મક રોચક વાત કરી તેઓએ સાર રૂપ કહ્યું કે સંત અને ભગવાન જ હેતુ વગર કળપા કરી શકે છે. તેઓએ શ્રી મોરારિબાપુ દ્વારા સત્‍ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી સર્વત્ર વહેતી રહે તેવી કામના કરી.

ઈન્‍દોરનાં જાણીતાં વક્‍તા શ્રી મુરલીધર મહારાજે શાષાીય રાગરાગણી સાથેનાં ઉદબોધનમાં શોષણ અને પોષણ તત્‍વ અંગે નિરૂપણ કરી સંતની મહત્તા સમજાવી.

સંગોષ્ઠી બીજા દિવસનાં પ્રથમ સત્રમાં આ સાથે વકતાઓમાં શ્રી રાઘવેન્‍દ્રદાસ રામાયણી (ઓરછા), શ્રી વિજયરાઘવદાસજી (અયોધ્‍યા), શ્રી સુનિતા શાષાી (જબલપુર), શ્રી શિવાકાંત મિશ્રા (વારાણસી), શ્રી સીતાદીદી (ઓમકારેશ્વર), શ્રી કૌશલકિશોરજી (આઝમગઢ), શ્રી શ્‍યામપ્રસાદ ચતુર્વેદી (બક્‍સર) તથા શ્રી ગુરૂપ્રસાદજી (પંચખોટ) રહ્યાં હતાં.

શ્રી હરિશ્‍ચંદ્રભાઈ જોષીનાં પ્રારંભિક ઉદબોધન સાથે પ્રથમ સત્રમાં શ્રી અચ્‍યુતાનંદ પાઠક અને બીજા સત્રમાં શ્રી સુધીરચંદ્ર ત્રિપાઠી સંચાલનમાં રહ્યાં.

સ્‍વામી શ્રી નિજાનંદજી મહારાજે આ પ્રસંગે જણાવ્‍યું કે વર્ષો પહેલાં શિકાગોમાં સ્‍વામી વિવેકાનંદજી દ્વારા સનાતન ધર્મ સંદેશો અપાયાં બાદ શ્રી મોરારિબાપુ દ્વારા પણ ન્‍યુયોર્કમાં રામકથા દ્વારા ઐતિહાસિક ધર્મસંદેશો વસુધૈવ કુટુમ્‍બકમ માટે આપ્‍યો, જે સૌ માટે ગૌરવ રૂપ વૈશ્વિક ઘટના છે તેમ જણાવી ભારતીય સનાતન સંસ્‍કળતિનું મહાત્‍મ્‍ય રજૂ કર્યું.

બીજા દિવસે બપોર બાદ બીજા સત્રમાં કથાકાર વક્‍તાઓ શ્રી કિશોર ઉપાધ્‍યાયજી (ઝારખંડ), શ્રી અરિમર્દન શાષાીજી (બુંદેલખંડ), શ્રી રવિઙ્ઘકાશ મિશ્રાજી (સિવાન), શ્રી મિથીલેશ્વરજી (ઉરઈ), શ્રી પ્રભાકર ત્રિપાઠીજી (વારાણસી), શ્રી આસ્‍થા દૂબેજી (જબલપુર), શ્રી અંકુશ મહારાજ (ઉરઈ), શ્રી મદનમોહન મિશ્રાજી (વારાણસી), શ્રી અંકુશ મહારાજ (ઓરૈયા) અને શ્રી આશિષ મિશ્રાજી (વારાણસી) દ્વારા રામચરિત માનસ અને સંબંધિત પ્રસંગ પાસાઓનું રસમય નિરૂપણ કરવામાં આવ્‍યું

(11:55 AM IST)