તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ટંકારામાં ‘‘ન્યાયયાત્રા''ના પ્રવેશ ટાંકણે લોકો સ્વાગત કરશેઃ ઘણા સમય બાદ રાત્રે સભા-સંબોધન

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૯: ન્યાય યાત્રાનો બપોર ટાકણે ટંકારામાં પ્રવેશ વિરપર લજાઈ સહિતના રસ્તા પર લોકો સ્વાગત કરશે રાત્રે ટંકારા ગુરૂકુલ ખાતે વિશ્રામ ધણા વર્ષો પછી ટંકારા શહેરના મધ્યમાં કોગ્રેસ દ્વારા સભા સંબોધન. આજે મોરબી થી શરૂ થયેલ ન્યાય યાત્રા બપોર ટાણે ટંકારા તાલુકાની હદમાં વિરપર ગામે પહોચી દયાનંદ સરસ્વતીની જન્મ તરફ ડગ માંડી આગળ વધશે આ વચ્ચે આવતા લજાઈ જ્યા હડમતીયા સજનપર નશિતપર સહિતના અન્ય ગામોના લોકો ન્યાય યાત્રીનુ સ્વાગત કરશે સાંજે પદયાત્રા થકી ટંકારા શહેરમા પ્રવેશ કરી ઝાલર ટાણે ૭:૩૦ વાગ્યે મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ સભા સંબોધી ત્યાંથી વારૂ કરવા મહાલય જશે અને પ્રથમ દિવસનો પડાવ કરી ફરી બિજા દિવસે શનિવારે સવારે હરબટીયાળી તરફથી હરીપર મિતાણા છતર તરફ આગળ વધશે. આ તકે ટંકારા ક્રોગેસ કાર્યાલય ખાતે કાર્યકરોની બેઠક મળી હતી અને ટંકારા હદના સ્વાગત સભા અને રહેવા જમવા સહિતની સુવિધા અંગે આયોજન ધડી કાઢયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા ચોક ખાતે ધણા વર્ષો પછી વિરોધપક્ષ ન્યાય માટે સભા પણ ગજવશે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
