News of Friday, 9th August 2024
ખેતરમાં ભરાતા વરસાદી પાણીના ત્રાસથી કંટાળી વંથલીના ધંધુસર ગામના વૃદ્ધે દવા પીધી
ખેડૂતની શેઢા પાડોશી પિતા-પુત્ર સામે ફરીયાદના પગલે તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૯: વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા ૬૦ વર્ષીય દુદાભાઈ રીણાભાઈ દીવરાણીયાની રવની રોડ ઉપર બરવાળા ગામની સીમમાં ખેતીની જમીન આવેલ છે. જેની બાજુમાં ધંધુસરના લખમણ ગીગાભાઈ દીવરાણીયા પણ ખેતીની જમીન ધરાવે છે.
હાલ ચોમાસાની ઋતુ હોય જેથી ચોમાસા દરમિયાન ઉપરવાસમાં આવેલ ખેતરોના પાણી દુદાભાઈના ખેતરમાં થઈને લખમણભાઇ ના ખેતરમાં જતા હોય અને ત્યાંથી આ પાણી પડતર જગ્યામાં વહી જતું હોય જેથી લખમણભાઇએ તેમના ખેતરના શેઢે પાળો કર્યો હતો.
જેના કારણે પાણીનો ભરાવો દુદાભાઈના ખેતરમાં થતો હોય તેમ છતાં પણ આ શખ્સે તેમના ખેતરમાં ભરાતું પાણી દુદાભાઈના ખેતરમાં વાળી દીધું હતું જેથી તેમના ખેતરનું પાણી પણ આવતા આ મુદ્દે જ્યારે કહેતા લખમણ અને તેનો દીકરો હરેશ ઁતારા ખેતરમાં પાણી અમારા ખેતરમાં આવવું ન જોઈએ તેમ કહી ગાળો કાઢી અને જો તારા ખેતરમાં પાણી મારા ખેતરમાં આવશે તો હું તને જાનથી મારી નાખીશઁ કેમ કહી માનસિક ત્રાસ આપતા હતા
જેનાથી કંટાળી જઈને દુદાભાઈએ ૨૩ જુલાઇના રોજ મચ્છર તથા ચુસીયા મારવાની દવા પી લેતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવને લઈને વંથલી પોલીસે વળદ્ધની ફરિયાદ લઈ પિતા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
