તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th August 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવતઃ જુનાગઢમાં જોરદાર વરસાદી ઝાપટું

રાજકોટ, તા., ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢમાં સવારે જોરદાર વરસાદનું ઝાપટું વરસતા થોડી જ વારમાં પાણી પાણી થઈ ગયું હતું.
જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા એકંદરે વિરામ ફરમાવ્યો છે. આજે સવારે પણ જુનાગઢ શહેરમાં વાદળીયું વાતાવરણ હતું. પરંતુ સવારે ૧૦.૦૫ કલાકે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અને થોડી જ વારમાં મેઘરાજા જોરદાર રીતે તૂટી પડતા શહેરના માર્ગો પરથી નદીની માફક પાણી વહેતા થઈ ગયા હતા.
આમ ઓચિંતા જ મેઘરાજાની એન્ટ્રી થતાં શહેરના મોટાભાગના લોકો ઊંઘતા ઝડપાઈ ગયા હતા. જુનાગઢ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર સમાચાર પ્રાપ્ત થયા નથી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતી ૭.૯ કી.મી. રહી હતી.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
