<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

જુનાગઢમાં પોલીસ દ્વારા તિરંગાનું એસપી હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ દ્વારા વિતરણ

જુનાગઢમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમીતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જુનાગઢના એસપી હર્ષદ મહેતા ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા એએસ પટ્ટણી તેમજ એલસીબી પીઆઇ જે. જે. પટેલ એ ડીવીઝનના પીઆઇ વી. જે. સાવજ બી ડીવી પીઆઇ એચ. પી. ગઢવી પીએસઆઇ પ્રતિક મશરૂ શ્રી વાજા તેમજ શહેર ટ્રાફિકના પીએસઆઇ એસ. એન. જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર જીલ્લામાં નાગરિકોને તિરંગા વિતરણ કરવામાં આવેલ અને એસપી હર્ષદ મહેતા એ નાગરિકોને પોતાના ઘરે તિરંગો લગાવવા અપીલ કરી હતી. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:33 PM IST)