તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 9th August 2024
જામનગરમાં મકાનનો વેચાણ કરાર કરી રૂપિયા લઈ મકાન બીજાને વેચી માર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, ઉ.વ.૪૩, રે. સુર્યવંશી શાંતિનગર–૬, હાઉસીંગ બોર્ડ પાછળ, પટેલ કોલોની–૯ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૧૦–ર૦ર૧ના સેવા સદન સબ રજીસ્ટર ઓફીસ શરૂ સેકશન રોડ પર ફરીયાદી હરપાલસિંહ એ આરોપી પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ તથા હરેશભાઈ દેવશીભાઈ ગોહીલનું સંયુકત માલિકીનું મકાન દિગ્જામ વુલનમીલ પાછળ ઢીચડા રોડ પર આવેલ હોય જે મકાનનું વેચાણ કરાર આરોપીઓ પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ તથા હરેશભાઈ દેવશીભાઈ ગોહીલ ના એ ફરીયાદી હરપાલસિંહ સાથે કરેલ હોય જે મકાનનું વેચાણ કરાર તથા રજીસ્ટ્રાર કરાર ના ફરીયાદી હરપાલસિંહએ આરોપીઓ પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ તથા હરેશભાઈ દેવશીભાઈ ગોહીલ વાળાને કુલ રોકડા રૂ.૮૦,૦૦૦/– તથા ૧,૭૦,૦૦૦/–નો ચેક એમ કુલ રકમ મળી રૂ.ર,પ૦,૦૦૦/– આપેલ હોય જે બાદ ફરીયાદી હરપાલસિંહએ અવાર નવાર આરોપીઓ પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ તથા હરેશભાઈ દેવશીભાઈ ગોહીલને ફોન કરતા જુદા જુદા બહાના બતાવી ફરીયાદી હરપાલસિંહની જાણ બહાર આરોપીઓ પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ તથા હરેશભાઈ દેવશીભાઈ ગોહીલે ફરીયાદી હરપાલસિંહ એ મકાનનો વેચાણ કરાર કરેલ હોય જે બાદમાં આરોપીઓએ આ મકાન બીજા વ્યકિતને વહેચી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.
ફરજમાં રૂકાવટની રાવ
સિકકા પોલીસ સ્ટેશનમાં કનુભાઈ રામભાઈ ડામોર, ઉ.વ.૪૬, રે. યોગેશ્વરનગર, હનુમાન મંદિર શેરી નં.૩ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦ર૪ના આરોપી જગદીશભઈ ચૌહાણે ફરીયાદી કનુભાઈની પી.જી.વી.સી.એલ.ની ઓફીસમાં વીજ નીવારણ માટે ફરીયાદ કરતા ઓફીસના તસ્લીમભાઈએ ફોન ઉપર કહેલ કે થોડી રાહ જુવો તેમ કહેતા આ જગદીશભાઈ ફોન ઉપર ગાળા ગાળી કરવા લાગેલ અને જેમ તેમ બોલવા લાગેલ હતા અને ફરીયાદી કનુભાઈ તથા સાહેદ લાઈનમેન સંજયભાઈ કડવાજી ડામોર તથા અલ્પેશભાઈ નારણભાઈ અણચાલીયા તથા વિશાલ હરીશભાઈ ગંઢા તથા દિનેશભાઈ રમેશભાઈ કટારા બધા સિકકા કારાભુંગામાં આરોપી જગદીશભાઈ ચૌહાણ ની ડીમ લાઈટના નીવારણ માટે જતા આરોપી જગદીશભાઈ ચૌહાણના રહેણાકની બાજુમાં એલ.ટી. લાઈન એબ કેબલ ખરાબ થઈ ગયેલ જે રીપેરીંગ કરવા જતા રીપેરીંગ કરવા દિધેલ નહી અને ફરજમાં રૂકાવટ કરેલ અને ફરીયાદી કનુભાઈને તથા સાહેદોને આ આરોપી જગદીશભાઈ ચૌહાણ તથા તેમની પત્ની રેખાબેન જગદીશભાઈ ચૌહાણે જેમફાવે તેમ ભુંડા બોલી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.
વ્યાજની પઠાણી ઉઘરાણી
કરતા ત્રણ સામે રાવ
પંચ એ પોલીસ સ્ટેશનમાં અશોકગર સોમગર મેઘનાથી, ઉ.વ.પ૦, રે. હાપા રેલ્વે કોલોની કવાર્ટર નં.પ૯/બી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અશોકગરના દિકરાએ અર્ટીગા ગાડી લીધેલ હોય અને તે ધંધામાં નુકશાન થયેલ હોય જેથી ર૦ર૧ થી અવાર નવાર આજ દિવસ સુધી આરોપીઓ યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા, ઈકબાલભાઈ યુશુબભાઈ ખીરા એ પોતાની પાસે નાણા ધીરધારનું લાયસન્સ ન હોવા છતા ફરીયાદી અશોકગરના દિકરાને અલગ અલગ સમયે અલગ અલગ રકમ ૧૦ ટકા થી ર૦ ટકા જેટલી ઉંચા વ્યાજે આપી ફરીયાદી અશોકગર તથા તેના દિકરાનેવ્યાજના પૈસા બાબતે હેરાન પરેશાન કરી ફરીયાદી અશોકગર તથા તેના દિકરા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગુનો કરેલ છે.
ગોકુલનગરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નારણભાઈ બાબુભાઈ સદાદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૪ના ગોકુલનગર રડાર રોડ, સાયોના શેરી નં.૬ માં આરોપીઓ શોભનાબેન જેઠાભાઈ રણમલભાઈ વસરા, જયશ્રીબેન ચંદુભાઈ ભવાનભાઈ ગૌસ્વામી, રમાબેન રાજુભાઈ મેરાભાઈ ભેડા, મુકેશભાઈ છગનભાઈ પાણખાણીયા, પરાગભાઈ ચંદુભાઈ ગૌસ્વામી, સુનીલભાઈ જીણાભાઈ નકુમ, અક્ષયભાઈ રાજુભાઈ ભેડા, દેવાણંદભાઈ પરબતભાઈ નંદાણીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,૪૭૦/– તથા સાથે ઝડપાઈ ગયેલ છે.
દારૂની ર૦ બોટલ સાથે ત્રણ ઝડપાયા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦ર૪ના ક્રિસ્ટલ મોલ, ખોડીયાર કોલોની રોડ રાજુભાઈ ચાઈનીશવાળાની રેકડી પાસે આરોપી દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ જુવાનસિંહ વાળા, રાજેશ રમણીકલાલ ગોસરાણી એ પોતાના કબ્જા ભોગવટાની એકસેસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦– બી બી–૯૩પ૪ જેની કિંમત રૂ.૪૦,૦૦૦/– માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર૦, કિંમત રૂ.૧૦,૦૦૦/– ની હેરાફેરી કરી રેઈડ દરમ્યાન કુલ મુદામાલ રૂ.પ૦,૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.
હોથીજી ખડબા ગામે જુગાર રમતા આઠ ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૮–ર૦ર૪ના હોથીજી ખડબા ગામે એ યુવરાજસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીની પાસે વોકળા પાસે જાહેરમાં ટોર્ચ લાઈટના અજવાળે આરોપીઓ દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, જેઠાભાઈ મેરામણભાઈ વરૂ, સુરેશભાઈ જગાભાઈ ડાંગર, સુમીતભાઈ વ્રજલાલભાઈ આરંભડીયા, નીંદ્રેસભાઈ એભાભાઈ ગાગલીયા, સત્યજીતસિંહ ઈંદ્રસિંહ જાડેજા, ભરતભાઈ કેશુભાઈ ડાંગર, વીરાભાઈ સાજણભાઈ નૈયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૩૯૬૦/– તથા મોબાઈલ ફોન નંગ–પ જેની કિંમત રૂ.૪૩,પ૦૦/– તથા એક મોટરસાયકલ જેની કિંમત રૂ.૧પ,૦૦૦/– અને એક સ્વીફટ મોટરકાર જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૩,૯ર,૪૬૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.
ખાડામાં પડી જતા આઘેડનું મોત
જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામે રહેતા દુષ્યંતસિંહ ગંભીરસિંહ જાડેજા, ઉ.વ.ર૬ વાળા એ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર ઘનશ્યામસિંહ રામભા જાડેજા, ઉ.વ.૪૮ વાળા પાણીની નાડી(હોકરા)માં ખાડામાં પડી જતા પાણી પી જતા મરણ થયેલ છે
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
