તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th August 2024
મોરબી લાયન્સનગરના વિવિધ પ્રશ્નો ત્વરીત હલ કરાશે : પાલિકાની બાહેંધરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૯ : મોરબી લાયન્સનગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. જેની જીગ્નેશ મેવાણી તથા એન.એસ.આઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ રજૂઆત સંદર્ભે ડોર ટુ ડોરની ગાડી નિયમિત ચાલુ કરાશે, લાઈટની ફરિયાદ આગામી શનિવાર સુધીમાં હલ થશે, ગટર ઉભરાવવાની કામગીરી ત્વરિત હાથ ધરાશે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરોકત પ્રશ્નોની સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
