<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ફરી કચ્છની ધરા ધ્રુજી: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો

દુધઈથી ૧૪ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ: ભેદી અવાજ સાથે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો

કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ નજીક નાગપંચમીના સપરમા દિવસે ૨.૬ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓએ કચ્છની ધરાને ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારના બપોરના ૧ અને ૪૯ કલાકે દુધઈથી ૧૪ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ પર ભેદી અવાજ સાથે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આંચકાની તીવ્રતા કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોમાં વિશેષ અનુભવાઈ હતી.

નોંધનીય છે કે, કચ્છની અશાંત ધરાને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે.

(10:59 PM IST)