<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ધ્રોલના આરએનબી અધિકારી પર હુમલામાં પેટા કોન્‍ટ્રાકટર અમિત ઝાલા સહિત ૬ની ધરપકડ

ધ્રોલના ઇટાળા ગામે બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલ જામનગર એન્‍જીનિયર્સ એસો. અને કર્મચારી સંઘે કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું : કડક કાર્યવાહીની માંગ કરી'તી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૯ : ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે બ્રિજનું કામ ચાલી રહ્યું હોય અને સ્‍થળ પર નિરીક્ષણ માટે ગયેલા ધ્રોલના આરએનબી વિભાગના ઇન્‍ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશરાજસિંહ બારડ ઉપર પેટા કોન્‍ટ્રાક્‍ટર અમિત ઝાલા સહિત અજાણ્‍યા ૬ જેટલા શખ્‍સોએ આર.એન.બી અધિકારીએ પેટા કોન્‍ટ્રાક્‍ટર ને સિમેન્‍ટ ઓછી છે. નબળુ કામ થાય છે તેવુ કહેતા પેટા કોન્‍ટ્રાક્‍ટર અમિત ઝાલા સહિત અજાણ્‍યા ૫ શખ્‍સોએ ધોકા વડે મારમાર્યો હતો અને ગાડી ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાની ત્રણ દિવસ પહેલા ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો જામનગર સહિતના આર.એન.બી વિભાગના અધિકારીઓએ કલેકટર સહિતને આવેદનપત્ર આપી અને પેટા કોન્‍ટ્રાક્‍ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી જેને લઈને ધ્રોલ પોલીસે છ વ્‍યક્‍તિઓની ધરપકડ કરી હતી. પોલીસની વિગતો મુજબ નામનોની યાદી (૧) અમીતભાઇ હાજાભાઇ ઝાલા પેટા કોન્‍ટ્રાક્‍ટર, (૨) આકાશ શંકરભાઇ વર્મા (૩) સુરેન્‍દ્ર હુરકાભાઇ વસૈયા (૪) મુન્ના મુકેશભાઇ અલાવા (૫) સુરેશભાઇ ધનજીભાઇ પરમાર (૬) મહેશભાઇ મગનભાઇ ડાભીની અટકાયત કરી આગળ ની કાર્યવાહી ધ્રોલ પી.એસ.આઈ પી.જી. પનારે વધુ તપાસ હાથ ધરેલ છે

(1:45 PM IST)