<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મોટી પાનેલીમાં ૪૮ કલાક શ્રી રામ સંકીર્તન સાથે ૨૩ મો રામધૂન વાર્ષિક મહોત્‍સવ ઉજવણી

સાધુ સંતો સાથે ગામો ગામથી રામભકતો પધારશેઃ સમગ્ર ગામ રામમય બની ભકિતમાં ડૂબશે

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧૦: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં જબરો રામોત્‍સવ આજથી પ્રારંભ થઇ રહ્યો છે મોટી પાનેલી માં ચાલતા શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરિત રામનામ સંકીર્તન મંદિર દ્વારા ત્રેવીસમો વાર્ષિક મહોત્‍સવ ં ભવ્‍ય દિવ્‍ય આયોજન થઇ રહ્યું છે હિંદુઓના આરાધ્‍ય દેવ પ્રભુશ્રી રામના નામની અખન્‍ડ અડતાલીસ કલાક ની ધૂન સાથે નામ સરક્ષક પ્રભુ શ્રી હનુમાનજી મહારાજના પાઠ સાથે એકસો આઠ હનુમાન ચાલીસાના જપ થી દિવ્‍ય આરંભ કરી પ્રભાત ફેરીમાં રામ કીર્તન સાથે કીડીઓને કણ કુતરાઓને લાડવા ગાયોને નીરણ ગરીબોને ભોજન નાના બાળકોને પ્રસાદ ભોજન થી મંગલ પ્રારંભ કરી પ્રભુશ્રીની જાજરમાન દિવ્‍ય આરતી સાથે શ્રી રામનામ જપ ગુંજી ઉઠશે ત્‍યારે દિવ્‍ય સંતો ની પધરામણીથી પાનેલી ગામની ધરા પવન બનશે ગામો ગામથી રામધૂન મંડળીઓ પધારી અખંડ રામનામના જાપ વાતાવરણને પવિત્ર બનાવશે ત્‍યારે સમગ્ર ગામ પ્રભુમય બની રામનામ માં લિન થઇ જશે સતત બે દિવસ સુધી ચાલતા આ દિવ્‍ય પ્રસંગ માં ભક્‍તો શ્રી રામ નામનો મંત્ર સાથે દિવ્‍ય પ્રસાદ આરોગી પોતાની જાતને પવિત્ર બનાવશે સમસ્‍ત ગ્રામજનો આ દિવ્‍ય પ્રસંગ ને લઈને ભાવ વિભોર બન્‍યા છે.

(10:58 AM IST)