<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્‍થિતીમાં જસદણ શ્રીનાથજી હવેલી દ્વારા ભવ્‍ય શોભાયાત્રા હિંડોળા મહોત્‍સવ યોજાયો

વચનામૃત, મહાઆરતી બાદ વૈષ્‍ણવોએ મહાપ્રસાદ લીધો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા.૯: સૌરાષ્‍ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત જસદણની શ્રીનાથજી હવેલી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ડીએસવીકે હાઈસ્‍કૂલ ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી.  શોભાયાત્રામાં વડોદરાના વૈષ્‍ણવાચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ કલાત્‍મક બગીમાં બીરાજમાન થયા હતા. બેન્‍ડવાજા, કીર્તન મંડળી, બહેનોની રાસ મંડળી, ૪૧ સાફા પહેરેલા બાઇક સવારો તથા ઉપરણા ઓઢેલા વૈષ્‍ણવજનો સાથેની આ શોભાયાત્રા હાઈસ્‍કૂલ રોડ, મોતી ચોક, મેઈન બજાર, ટાવર ચોક, છત્રી બજાર થઈને હવેલીએ પહોંચી હતી. શોભાયાત્રામાં ઠેર ઠેર ગુલાબની પાંદડી થી પુષ્‍પવળષ્ટિ કરવામાં આવી હતી.  શોભાયાત્રામાં વૈષ્‍ણવોને હરભોલે નજીક સરબત આપવામાં આવ્‍યું હતું. શોભાયાત્રા હવેલીએ પહોંચ્‍યા બાદ  પૂજ્‍ય મહારાજશ્રીની ૫૫૧ દીવડાથી વૈષ્‍ણવોએ મહાઆરતી ઉતારી હતી.

ઉત્‍સવના મનોરથી રાજેશભાઈ રાણભાણ મુંબઈ, શશીભાઈ મણિયાર જસદણ,  ડો. વી.બી. કાસુન્‍દ્રા સાહેબ જસદણ, પરેશભાઈ જનાણી રાજકોટ, ચંદ્રકાંતભાઈ બાબરીયા વગેરે મનોરથી પરિવારનું  મહારાજશ્રીના હસ્‍તે ઉપરણો ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા અને ચંદ્રકાંતભાઈ બાબરીયા,  ટ્રસ્‍ટીઓ ભરતભાઈ જનાણી,  ભરતભાઈ ધારૈયા,  બટુકભાઈ તન્ના,  હસુભાઈ ગાંધી, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ અને સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા, કિશોરભાઈ ગઢવી સહિતના હોદ્દેદારોએ મહારાજશ્રીને આઠ ફૂટનો મોટો હાર પહેરાવીને સન્‍માન કર્યું હતું. મહારાજશ્રીએ ખૂબ જ સુંદર વચનામળત આપતા વૈષ્‍ણવજનો ભાવવિભોર બન્‍યા હતા. હિંડોળા દર્શન દરમિયાન પૂજ્‍ય દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ઠાકોરજીને ઝુલાવ્‍યા હતા અને આરતી ઉતારી હતી.  મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવોએ મહારાજશ્રીના ચરણસ્‍પર્શનો લાભ લીધો હતો. મહારાજશ્રીનો મુકામ વિનુભાઈ વસંતને ત્‍યાં રાખવામાં આવ્‍યો હતો. જ્‍યાં વિપુલભાઈ તથા ભોલાભાઈએ વ્‍યવસ્‍થા સંભાળી હતી. હવેલીએ ઉત્‍સવ પૂર્ણ થયા બાદ મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

(10:59 AM IST)