<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભાવનગરમાં ચાલુ રિક્ષા માંથી ફંગોળાઈ જતા મહિલાનું મોત

 

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૦ :. ભાવનગર શહેરમાં રબર ફેક્‍ટરી નજીક રિક્ષામાં જઈ રહેલી મહિલા ચાલુ રિક્ષાએ ફંગોળાઈ જતા મોત નિપજ્‍યું હતુ.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે મોડી સાંજે

શહેરના હલુરિયા ચોક વિસ્‍તારમાં રહેતી મલેકાબેન સબીરભાઈ કાંટાંવાળા નામની મહિલા રિક્ષામાં બેઠી શહેરના રબર ફેક્‍ટરી સર્કલ નજીક થી પસાર થતી હતી ત્‍યારે અચાનક ચાલુ રિક્ષામાંથી મલેકાબેન ઉથલી  જતા રસ્‍તા ઉપર પડતા ગંભીર ઈજા થતાં તેણી નું બનાવ સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતુ.

અકસ્‍માત થતા ઘટના સ્‍થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા.મહિલાના મળતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ વધુ તપાસ  ચલાવી રહી છે.

(11:01 AM IST)