તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
પી. એલ. વઘાસિયા લેઉઆ પટેલ સમાજ અને શિવ મંદિર માટે દાતાઓ વરસ્યા

રાજકોટ તા. ૯ :.. દેવળામાં શ્રી પી. એલ. વઘાસિયા લેઉઆ પટેલ સમાજ માટે તથા શ્રી શિવ મંદિર માટે દાતાઓ વરસી પડયા છે.
જેમા શ્રી પી. એલ. વઘાસિયા લેઉઆ પટેલ સમાજના દાતાઓ પી. એલ. વઘાસિયા તરફથી રૂા. ર૧ લાખ, ગોપાલભાઇ હરદાસભાઇ શિંગાળા, વસંતભાઇ હરદાસભાઇ શિંગાળા, પ્રવિણભાઇ હરદાસભાઇ શિંગાળા, (સ્વ. નાનુભાઇ હરદાસભાઇ શિંગાળા) ના સ્મરણાર્થે રૂા. ૧૬ લાખ, નિતીનભાઇ બી. ખાતરા (સ્વ. હિરાબેન ભીખાલાલ ખાતરા) (દેરડી-કુંભાજી)ના સ્મરણાર્થે રૂા. પ લાખ, અશોકભાઇ માવજીભાઇ આસોદરીયા, રમણીકભાઇ દેવજીભાઇ પાઘડાળ, અરવિંદભાઇ પરસોતમભાઇ વઘાસિયા, (સ્વ. કાંતાબેન ચિમનભાઇ ડોબરીયા)ના સ્મરણાર્થે તથા કિશોરભાઇ રવજીભાઇ ગોંડલીયા તરફથી પ લાખ, સહિત અનેક દાતાઓએ દાન આપ્યુ છે.
આ ઉપરાંત શ્રી શિવ મંદિરના જીર્ણોધ્ધાર માટે પરસોતમભાઇ લાલજીભાઇ વઘાસીયા, જયાબેન વઘાસીયા, તરફથી ૩,૩૩,૩૩૩, નારણભાઇ કરમશીભાઇ રીબડીયા, અરવિંદભાઇ કરમશીભાઇ રીબડીયા તરફથી ૩ લાખ, સ્વ. ગોરધનભાઇ લખમણભાઇ પાનસુરીયા, ગં. સ્વ. વજીબેન ગોરધનભાઇ પાનસુરીયા સહિતના અનેક દાતાઓએ દાન અર્પણ કર્યુ છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
