News of Saturday, 10th August 2024
વાંકાનેરના વિરપર ગામે બે સ્થળે જાહેરમાં જુગાર રમતા ૧૧ પતાપ્રેમીઓ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ લિતેશ ચંદારાણા, વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૦: વાંકાનેર તાલુકા પોલીસે વિરપુર ગામે અલગ-અલગ બે રેડ કરીને જુગાર રમતા ૧૧ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડોમાં વાંકાનેર તાલુકાના વીરપર ગામે લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા, (૧) બુટા મેરાભાઇ દેકાવાડીયા, (૨) ધનજી વાલજીભાઈ દેકાવાડીયા(૩) વનરાજ માધાભાઈ દેકાવાડીયા(૪) હિતેશ કરસનભાઈ ડાંગરોચા(૫) સુનિલ ભગાભાઈડાંગરોચા (૬) સાગર રમેશભાઈ ડાંગરોચા રે.તમામ વીરપુર તાલુકો વાંકાનેરને રોકડા રૂપિયા ૧૨૬૦૦ પકડીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બીજા દરોડોમાં તાલુકા પોલીસે વીરપર ગામે દૂધ ડેરીની પાસેની શેરીમાં, જાહેરમાં જુગાર રમતા (૧) અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા (૨) બાબો બેચરભાઈ દેકાવાડીયા (૩) બેચર બચુભાઈ દેકાવાડીયા(૪) વિજય બેચરભાઈ દેકાવાડીયા (૫) કાળુભાઈ રણછોડભાઈ દેકાવાડીયા તમામ રહે વીરપર તાલુકો વાંકાનેર ને પકડીને કુલ રોકડા રૂપિયા ૧૦૨૦૦, મુદ્દામાલ પકડીને જુગાર તારા મુજબ ગુનો નથી જુગાર તારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ. ભરગા તથા સર્વે લેન્સ સ્ટાફ જોડાયો હતો
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
