<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભાવનગરમાં કાર હડફેટે બાઈક ચાલક યુવાનનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૦ : શહેરના કાળુભા રોડ, ડો.લાલશંકરની ચાલી, માધવ જ્‍યોતની બાજુમાં રહેતા હાર્દિકભાઈ બળવંતભાઈ ડાભી ઉ.વ.૩૮) તેમનું બાઈક નં.જીજે.૦૪.બીએન.૫૮૫૮નું લઈ જવેલર્સ સર્કલ, આર.કે. પોઈન્‍ટમાં આવેલ મંથક કેબલ નેટવર્ક નામની ઓફિસે જવા નીકળ્‍યા હતા.  મીણબત્તી સર્કલથી જવેલર્સ સર્કલ વચ્‍ચે જોગર્સ પાકના પહેલા ગેટ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ કાર નં.જીજે. ૧૪.બીડી.૭૪૫૬ના ચાલકે બાઈક

સાથે અકસ્‍માત સર્જતા હાર્દિકભાઈ ડાભીને પગના પંજા, ટચલી આંગણી, પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા અને મોઢામાંથી લોહી નીકળી જવાથી ગંભીર હાલતમાં સર ટી. હોસ્‍પિટલના એસઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્‍યાં સારવાર દરમિયાન આશાસ્‍પદ યુવાન હાર્દિકભાઈનું  મળત્‍યુ થયું હતું.

બનાવ અંગે મળતકના પિતા બળવંતભાઈ હેમુભાઈ ડાભી એ અકસ્‍માત સર્જી નાસી છૂટેલા કારના ચાલક સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:44 AM IST)