<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

વિરનગરના તલાટી મંત્રીનો ફાંસો ખાઇ આપઘાત

અભિષેકભાઇ દેવમુરારીએ આટકોટના ભાડાના ઘરમાં જીવાદોરી ટૂંકાવીઃ એકલવાયા જીવનથી કંટાળી પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ હું જીવનથી કંટાળી ગયો છુ, કોઇનો વાંક નથી... મૃતક તલાટી મંત્રી અભિષેકભાઇએ લખેલી સ્‍યુસાઇડ નોટ મળી

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૮ :. વિરનગરના તલાટી મંત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેકભાઇ અશોકભાઇ દેવમુરારી, આટકોટ ગાયત્રીનગર વિસ્‍તારમાં ભાડે રહેતા હતા ત્‍યાં મકાનમાં અગમ્‍ય કારણોસર ગળા ફાંસો ખાય લેતા તેમનું મૃત્‍યુ નિપજયું હતું.

બનાવની જાણ થતા ઘટના સ્‍થળે આટકોટ પોલીસ પીએસઆઇ જે. એચ. સીસોદીયા, પારસભાઇ જાંબુડીયા, જયરાજભાઇ સહિતનો પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયા હતાં.

લાશને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડઠવામાં આવી હતી. બનાવની જાણ થતા મૃત તલાટી મંત્રીનો પરિવાર ગાંધીનગર થી આવ્‍યો હતો. અભિષેક વીરનગર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે સાત મહિનાથી નોકરી કરતા હતાં.

તેમના પિતા અશોકભાઇ ને બે દિકરા બે દીકરીઓ હતી જેમાં અભિષેક વીરનગરમાં તલાટીની નોકરી કરતા હતાં.

આ બનાવની પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. એકલવાયું જીવનથી કંટાળી પગલું ભર્યુંનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દરમિયાન પોલીસને ઘટના સ્‍થળેથી મૃતક તલાટી મંત્રી અભિષેકભાઇ લખેલી સ્‍યુસાઇડ નોટ મળી છે. જેમાં લખ્‍યું છે. હું જીવનથી કંટાળી ગયો છુ, કોઇનો વાંક નથી... મૃતક તલાટી મંત્રી અભિષેકભાઇ અપરણિત હતા અને એકલા જ રહેતા હતાં.

(11:49 AM IST)