<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

કોડીનારમાં ૯૮ જગ્‍યાએ દેશી દારૂના હાટડા ઉપર પોલીસ ત્રાટકી

૧૩ જગ્‍યાએથી દેશી અને એક જગ્‍યાએથી વિદેશી દારૂનો જથ્‍થો જપ્‍તઃ એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્‍ચાર્જ અરવિંદસિંહ જાડેજાની આગેવાનીમાં ૧૦૦ પોલીસ સ્‍ટાફનો દરોડો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા., ૧૦: ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં પોલીસે ૯૮ જગ્‍યાએ એક સાથે ત્રાટકીને દરોડા પાડયા છે. જેમાં ૧૩ જગ્‍યાએથી દેશી દારૂનો તથા ૧ જગ્‍યાએથી વિદેશી દારૂનો  જથ્‍થો ઝડપી પાડયો છે.

ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા, એસઓજી, પાંચ જીલ્લાના પોલીસ સ્‍ટેશનના અધિકારી ઓ સહીત ૧૦૦ જેટલો પોલીસ સ્‍ટાફ ત્રાટકયો હતો.

ગીર સોમનાથ કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહીતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. સોમનાથ જીલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી એસઓજી ૪ પીઆઇ ૬ પીએસઆઇ સહીતના જીલ્લા ભરના ૧૦૦ પોલીસ કર્મીઓની ૧૦ ટીમો બનાવી ૯૮ જગ્‍યાએ વહેલી સવારે રેડ કરી હતી. રેડ દરમ્‍યાન ૧૪ જગ્‍યાએથી દારૂ સહીતનો નશીલો પદાર્થ  પોલીસે કબ્‍જ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કોમ્‍બીંગની કાર્યવાહીથી અસામાજીક તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. તો હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે તેવું સ્‍થાનીકો ઇચ્‍છી રહયા છે.

(11:50 AM IST)