હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશોદમાં ર જગ્યાએ દારૂ ઝડપાયોઃ ઉદય સોલંકી ઝડપાયોઃ એક ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની સુચનાથી પોલીસ અધિક્ષક બી. સી. ઠકકર, કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ દારૂના ર દરોડા પડાયા હતાં.
જેમાં (૧) ઉદય રાજેશભાઇ સોલંકી જાતે દેપુ ઉ.૧૯ ધંધો મજૂરી રહે રેવદ્રા ગામ નવો પ્લોટ તા. કેશોદને ઝડપી લેવાયો છે. (ર) સુરેશ સરમણભાઇ કોડીયાતર રહે. અક્ષયનાથ સોસાયટી એરપોર્ટ રોડ, કેશોદની શોધખોળ હાથ ધરાઇ છે. દારૂ કુલ બોટલ નંગ બોટલ નં. ૯ર, કિ. રૂા. રર૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન. ડી. ઇંગરોડીયા, એ. એસ. આઇ. પી. જી. કોડીયાતર, એ. એસ. આઇ. બી. એન. ગળચર, પો. હેડ કોન્સ. એસ. યુ. દલ, પો. હેડ કોન્સ. ડી. બી. બાબરીયા, પો. હેડ કોન્સ. આર. એમ. ડાંગર, પો. કોન્સ. અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા, વિનયસિંહ કાળુભાઇ સીસોદીયા, રવિભાઇ જગદીશભાઇ ધોળકીયા વિગેરે સ્ટાફએ કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
