તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 10th August 2024
બાબરામાં પવનચક્કીનું કામ કરવું હોય તો ટાવર દીઠ લાખ રૂપિયાની ખંડણી માંગીઃ ખંભાળામાં ઓધવ એન્ટરપ્રાઇઝના મેનેજર અને માણસો ઉપર હૂમલો
રઘુ બસીયા સહિત ૪એ મારમારી લેબરની ગાડીના કાચ તોડી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૦: બાબરા તાલુકાના ખંભાળા ગામે બનાસકાંઠા જિલ્લાના કોટડા ગામના ઓધવ એન્ટરપ્રાઈઝના સાઈડ મેનેજર નરેશભાઈ ધનાજી ચૌધરીની કંપનીનું કામ કરકોલીયા ગામે ચાલુ હોય અને નરેશભાઈ તેની ઈનોવા કાર લઈ મજુરોને લેવા જતાં હતાં. ત્યારે ખંભાળા ગામે પહોંચતાં બોલેરો જી જે ૦૩ડી ડબલ્યુ ૭૬૮૯ ઇનોવા કારની આગળ રાખી ઉભા રખાવી રઘુ બસીયા રહે. બાબરા અને ત્રણ અજાણ્યા શખ્સોએ ગાડીમાંથી ઉતરી કંપનીના લેબરની ગાડી ઉપર લાકડી મારી એક અજાણ્યા શખ્સે કાચ તોડી બોલેરોના ચાલક સુનિલભાઈનેઢીકાપાટુનો મારમારી બે અજાણ્યા શખ્સો જેમ ફાવે તેમ ગાળો બોલી નરેશભાઈને ઢીકાપાટુનો મારમારી પવન ચકકીનું કામ કરવું હોયતો ટાવર દિઠ એક લાખ રૂપિયા આપવા ખંડણી માંગી જાન થી મારનાખવાની ધમકી આપી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોણપુરના પૌઢને ટીંબા ઠેબી નદી નજીક સસરા સહિત બેએ હુમલો કર્યો
અમરેલી તાલુકાના ટીંબા વટીને ઠેબી નદીના પુલ નજીક મોણપુર ગામના છગનભાઈ કરશનભાઈ ખુમાણ ઉ.વ. ૪૫ તા. ૬-૮ના બપોરના કોર્ટમાં ઇન્કવાયરી ચાલતી હોય. જેની મુદતમાં જઈ શકેલન હોય જેથી આજની તારીખમાં શું દલીલ થઈ તે અંગેની માહિતી લેવા માટે અમરેલી આવતાં હોય તે વખતે છગનભાઈને તેના સસરા મંગા માણંદભાઈ ચાચીયા અને મંગાભાઈના દિકરા જેવો કોઈ શખ્સ મોઢે રૂમાલ બાંધેલ સામા મળેલ અને ઉભા રાખી મંગાએ કહેલ કે કેસ બાબત સમાધાન કરવું હોય તો તારી માને કહે જે ૧૦ લાખ રૂપિયા રાખે તેમ કહેતાં છગનભાઈએ કહેલ કે હુંદર મહિને ભરણ પોષણ ભરૂ છું અને તમારે નથી છુટુ આપવું કે નથી દિકરી મોકલવી કોર્ટમાં નિર્ણય આવે તે થાશે તેમ કહેતાં મંગાભાઈના દિકરા જેવો કોઈ શખ્સ મોઢે રૂમાલ બાંધેલછગનભાઈને પકડી રાખી સસરા મંગાએ ઢીકાપાટુનો મારમારી નીચે પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપીએકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલા માસ ફાયનાન્સના કર્મચારીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી
રાજુલા માસકાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં ગીર ગઢડાતાલુકાના નાના સમઢીયાળા ગામના સંદિપભાઈ ધનજીભાઈ ગોલેતર અગાઉ આઈડીએફસી ફસ્ટ બેન્કમાં નોકરી કરતાં હોય તેની ગોલેતર સંદિપ ૯૬૯એડઘરેટજીઈમેઅલ.કોમ આઇડીનો દુર ઉપયોગ કરી આઇડીએફસી ફર્સ્ટ બેન્કના કંલાઇન્સ ડિપાર્ટમેન્ટ મંબુઈમાં સંપિદભાઈના નામથી ખોટા ઈમેલ કરી તેમની જાણ બહાર તેમની ટ્રાન્જેકશન હિસ્ટ્રીના તથા અન્ય ખોટા ઈમેલ કરી આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અમરેલીના સ્ટાફમાં તેમની છાપ ખરાબ કરી તેમજ તેમને બેન્કિંગ સેકટરની નોકરીમાં પણ તકલીફ પડે તેવા બદ ઈરાદાથી તેમને સમાજમાં બદનામ કરવાના ઈરાદાથી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી સંદિપભાઈના નામની ખોટી ઈમેલ આઈડી બનાવી ગુનો કર્યાની અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
