તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
જૂનાગઢની શાળાની વિદ્યાર્થીની સારા માલવણિયાએ સિંહ સદન ખાતે આયોજિત વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સિંહની વિશેષતાઓની અભિવ્યક્તિથી ભાવકોને મંત્રમુગ્ધ કર્યા
સિંહની ચાલ, સિંહનો મિજાજ, સિંહની છટા, સિંહની ડણક, સિંહની ત્રાડ સહિતની લાક્ષણિકતાઓને કાવ્યયુક્ત શૈલીમાં રસપ્રચુર રીતે રજૂઆત કરી : ઓડિયન્સે તાળીઓના નાદથી વધાવી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦ :વિશ્વ સિંહ દિવસના ઉપલક્ષ્યમાં સિંહ સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢની શાળાની ધો.10ની વિદ્યાર્થીની કુ.સારા માલવણિયાએ સિંહની વિશેષતાઓ, લાક્ષણિકતાઓ વિશે લાક્ષણિક અદામાં અભિવ્યક્તિ કરી હતી. જેનાથી સભાગારમાં ઉપસ્થિત ભાવકો મંત્રમુગ્ધ થયાં હતાં.
સારાએ સિંહની ચાલ, સિંહનો મિજાજ, સિંહની છટા, સિંહની ડણક, સિંહની ત્રાડ સહિતની લાક્ષણિકતાઓને કાવ્યયુક્ત શૈલીમાં રસપ્રચુર રીતે રજૂઆત કરી હતી. જેને ઓડિયન્સે તાળીઓના નાદથી વધાવી હતી.
સારાએ સિંહ કેમ સાચા અર્થમાં જંગલનો સિંહ છે. તેનું મહિમામંડન કરીને કાવ્યગાન દ્વારા સિંહ દિવસની ઉજવણીનો માહોલ બનાવ્યો હતો. સિંહનું સંરક્ષણ કેમ કરવું જોઈએ અને સિંહ શા માટે ગુજરત સહિત દેશની શાન અને ગૌરવ છે. તેનું ગૌરવગાન પોતાની કાવ્યપંક્તિઓ દ્વારા કર્યું હતું.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
