તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Sunday, 11th August 2024
મોરબી શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળેથી મોટર સાઈકલની ચોરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના આલાપ રોડ અને રવાપર ગામમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટર સાઈકલની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબીના ત્રાજપર રોડ પરથી પણ મોટર સાઈકલ ચોરી થયું હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના આલાપ રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા પથિકભાઈ રમેશભાઈ ફૂલતરિયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ઘર નજીક શેરીમાં પાર્ક કરેલ તેનું મોટર સાઈકલ એકટીવા જીજે ૩૬ એચ ૫૯૦૫ કીમત રૂ.૪૫,૦૦૦ ની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો બીજા બનાવમાં રવાપર ગામ હનુમાન મંદિર વાળી શેરીમાં રાધે હાઈટ્સમાં રહેતા કિશોરભાઈ ગણેશભાઈ અધારા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એએ ૩૮૦૦ કીમત રૂ.૭૦,૦૦૦ ની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે
ત્રીજા બનાવમાં પંચાસર રોડ પર બોકાની વાડીમાં રહેતા લાલજીભાઈ અરજણભાઈ નકુમે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ત્રાજપર રોડ પર નટવર પાર્ક સોસાયટીમાંથી તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એઈ ૪૫૩૯ કીમત રૂ.૨૫,૦૦૦ ની ચોરી થઇ છે.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
