News of Sunday, 11th August 2024
બગસરામાં અચાનક એક અજગર જોવા મળ્યો: વન વિભાગ દ્વારા આ અજગર નું રેશક્યું કરી જંગલમાં છોડવામાં આવ્યો..
પોલિશ સ્ટેશન પાસે આવેલ નદી પાસે અચાનક રાત્રિ દરમીયાન એક 10 ફૂટ લાંબો અજગર આવી ચડતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા....

બગસરા તા.11
ગઈ કાલના રાત્રિ દરમિયાન બગસરા પોલીસ સ્ટેશન પાસે ચેક ડેમ પાસે જવાના રસ્તા ઉપર એક 10 ફૂટ લાંબો અજગર આવી ચડિયો હતો. ત્યારે આ અજગરને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે આ બાબતની જંગલ ખાતાને જાણ થતાં વન વિભાગના અધિકારી તત્કાલ દોડી આવેલ હતા. અને આ અજગરને રેશક્યું કરી પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદમાં જગલ ખાતાની હદમા છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યારે શહેરના લોકોમાં પણ આ અજગર ક્યાંથી આવ્યો અને કેવો છે તે જોવા માટે લોકો મોટી સંખ્યામાં રાત્રિ દરમિયાન પણ પહોંચી ગયા હતા. અજગરની લંબાઇ આશરે 10 ફૂટ જેટલી હતી જ્યારે આ અજગર પાણીમાં તણાઈને કદાચ શહેરમાં આવી ચડેલ હતું તેવું જંગલ ખાતાનું માનવું છે.( તસવીર સમીર વિરાણી બગસરા)
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
