News of Sunday, 11th August 2024
ભાળથર ગામના ૪પ વર્ષના રાજેશ મંગેરાની હાથ-પગ બાંધેલી હાલતમાં કુવામાંથી લાશ મળી

(કૌશલ સવજાણી) ખંભાળીયાઃ ભાળથર ગામના રાજે નથુ મંગેરા (૪પ વર્ષ) નામના વ્યકિત ૪ દિવસથી ગુમ હતો, તેની ભાળથર ગામે વાડી વિસ્તારમાં હાથ પગ દોરી વડે બાંધેલી હાલતમાં કુવામાંથી લાશ મળી છે આ બનાવની જાણ થતા ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી જઇ અને મૃતદેહને પીએમ અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારબાદ પેનલ પી.એમ. માટે જામનગર ખસેડવામાં આવેલ.
હાથ પગમાં દોરી બાંધી હોવાનું કહેવાય છે જેથી આ બનાવ હત્યાનો હોવાનું સંભાવના જણાતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા આ અંગે ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે કોઇએ તેને મારીને કુવામાં નાખી દીધો હોવાની શકયતા પરથી એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
