<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

વાંકાનેરના જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો પર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કર્યો

મેળાનો ટ્રાફીક સતત ચાલુ હોય અન્ય લોકો આવી જતા યુવાનોનો જીવ બચી ગયો: એક યુવક વત્સલ પુજારાને માથામાં ઇજા

વાંકાનેર તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે ટ્રાફીક સતત ચાલુ હોય અન્ય લોકો આવી જતા યુવાનોનો જીવ બચી ગયો હતો અને સારવાર માટે વાંકાનેર સિવિલ ખસેડાયા છે. બીજી તરફ બનાવની જાણ થતાં વનવિભાગે પણ ટીમો દોડાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે ત્યારે વાંકાનેરના બે યુવાનો મેળો માણી પરત ફરતા હતા ત્યારે વડસર ડુંગર પાસે દિપડાએ યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારાને માથામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(11:35 PM IST)