News of Monday, 12th August 2024
જૂનાગઢ ગિરીશભાઇ કોટેચાના નિવાસસ્થાને શિવમહાપુરાણ કથા

જૂનાગઢઃ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચાના નિવાસસ્થાન ખાતે સ્વ.અશોકભાઇ શાંતિલાલ દેવાણીના સ્મરણાર્થે શાષાી ઉમેશભાઇ વ્યાસના વ્યાસાસને રઘુવીર સેનાના ઉપક્રમે ભવ્ય શિવપુરાણ કથાનો પ્રારંભ થયો છે. જેમાં વાજતેગાજતે પોથીયાત્રા નિકળી હતી જેમાં પૂ. અમૃતગીરી બાપુ ચકાચક આશ્રમ વાઘણીયા તથા ખાખી મઢી રામજી મંદિર મેંદરડાના મહંત પૂ. સુદરામદાસબાપુ ગિરીશભાઇ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, પ્રો. પી.બી. ઉનડકટ, મનસુખભાઇ વાજા, બટુક બાપુ, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, દીપ રૂપારેલીયા,મનિષભાઇ ગોસાઇ, યુગ દેવાણી, અશોકભાઇ સિરોદરીયા, કિશનભાઇ દેવાણી, મનસુખભાઇ રૂપારેલીયા, જેન્તીભાઇ કોટક સહિતના જોડાયા હતા અને વાજતેગાજતે પોથીજીની પધરામણી બાદ કથાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂ. સુખરામદાસબાપુ અને અમૃતગીરી બાપુએ ગિરીશભાઇ કોટેચાનું સન્માન કરી આશિર્વાદ આપ્યા હતા. અને કથા શ્રવણ કરાવતા શાષાી ઉમેશભાઇ વ્યાસ અને કથાનો લાભ લેતા સંતો મહંતો અને આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
