News of Monday, 12th August 2024
જૂનાગઢશ્રી શનિદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી અને એકતાનાથજીની ચાદર વિધી

જૂનાગઢઃ ભવનાથ તળેટી ખાતે આવેલ સરસ્વતી માતા તથા શનિદેવ ભગવાનના મંદિરે શનિવારના રોજ શનિદેવના પાટોત્સવની પૂ. તુલસીનાથ બાપુના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વકલ્યાણ અર્થે મહાયજ્ઞનું આયોજન કરાયુ હતું. તેમજ રૂદ્રયાગમાં દોઢ લાખ મહામૃત્યુજય મંત્રોની આહુતિ આપવામાં આવી હતી. અને મંદિરના મહંત તરીકે એકતાનાથજી ગુરૂજી તુલસીનાથજીની ભુતનાથ મહાદેવ મંદિરમાં મહંત પૂ. મહેશગીરી બાપુ પૂ. મહાદેવ ભારતીબાપુ પૂ.બલરામ દાસ બાપુ મહેશ્વરીદેવીજી, અઘોરી બાબા અજીતનાથજી ગિરનાર અઘોર અખાડા બગડુ જેતપુર ભીડભંજનના મહંત કમલનાથજી ગોરખધુણાના સોમનાથ બાપુ ખંડ દર્શન સાધુ સંપ્રદાયના ભેખ ભગવાન તેમજ નાથ સંપ્રદાયના દલિચા ભવનાથથી ત્રિલોક નાથજી સહિતના સંતો તેમજ મહારાષ્ટ્રના અવંતિકાનાથથી પધાર્યા હતા.અને બહોળી સંખ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતીમાં મંદિરના મહંત તરીકે એકનાથજી ગુરૂશ્રી તુલસીનાથજીની ચાદરવિધી કરવામાં આવી હતી. આ પાટોત્સવ દરમ્યાન યોજાયેલ મહાયજ્ઞ અને ચાદરવિધીમાં અસંખ્યા શ્રધ્ધાળુઓએ દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
