<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સુદર્શન સેતુ પર ગુંજ્‍યા વંદે માતરમ, ભારત માતા કી જયના નારા : ૨૧૫૧ ફૂટના તિરંગા સાથે વિશાળ તિરંગા યાત્રા

‘હર ઘર તિરંગા' - વંદે માતરમ, ‘ભારત માતા કી જય'ના ઘોષથી સમગ્ર રાજયનું વાતાવરણ રાષ્‍ટ્રભકિતથી ગુંજી ઉઠયું : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્‍વચ્‍છતા અભિયાન અને તિરંગા વોક યોજાઇ

(કૌશલ સવજાણી - ભરત બારાઇ દ્વારા) ખંભાળીયા - ઓખા, તા.૧૨: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વ હેઠળ ગુજરાતભરમાં ‘હર ઘર તિરંગા' સાથે સમગ્ર રાજ્‍યના નાગરિકો જોડાયા છે. જે અંતર્ગત રાજ્‍યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા'ના દેશવ્‍યાપી અભિયાન અંતર્ગત આજરોજ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વહિવહી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ઉત્‍સાહભેર કરવામાં આવી રહી છે. જેને પગલે આજરોજ  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમાં સુદર્શન સેતુ ખાતે ૨૧૫૧ ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્‍યા, લીલીઝંડી આપી તિરંગા યાત્રાનું ઙ્કસ્‍થાન કરાવ્‍યું હતું. ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં  પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સહિતના મહાનુભાવો, યુવાઓ, બાળકો, ઙ્કબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના વંદે માતરમ્‌, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્‍ટ્રભક્‍તિથી ગુંજી ઉઠ્‍યું હતું.

સાથોસાથ   ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્‍વચ્‍છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ હતી. આ તિરંગા યાત્રા અને સ્‍વચ્‍છતા અભિયાનમાં ગામોમાં ગ્રામજનોએ પોતાના ગામની સફાઈ કરી, ઘરો પર તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા' યાત્રા યોજી રાષ્‍ટ્રપ્રેમ વ્‍યક્‍ત કર્યો હતો. તેમજ ઘોઘા તાલુકાની વિવિધ શાળાઓમાં ‘હર ઘર તિરંગા' અભિયાનના કાર્યક્રમમોમાં દેશભકિતના ગીતો વગાડવામાં આવ્‍યા હતા, શાળામાં આઝાદીની ચળવળ અને શહીદોના બલિદાનોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી તેમજ દેશનું ગૌરવ અને હર ઘરની શાન તિરંગો તેમજ ‘સેલ્‍ફી વિથ તિરંગા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આઝાદીના ૭૮મા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં પુસ્‍તકાલયના બાળ વિભાગ દ્વારા બાળકો માટે આઝાદી અને સ્‍વાતંત્ર્ય સંગ્રામને લગતા પુસ્‍તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ પુસ્‍તક પ્રદર્શન નિહાળ્‍યું હતું અને આઝાદી વિષયક માહિતી મેળવી હતી.

(10:17 AM IST)