<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સાવધાન... આ ટાપુ નિર્જન સમજવાની ભૂલ ન કરતા : પોલીસ દ્વારા અદ્‌ભૂત ત્રિરંગાની સાથે સુરક્ષા યાત્રા દ્વારા દેશદ્રોહી તત્‍વોને ખુલ્લો મેસેજ અપાયો

રાષ્‍ટ્રીય સુરક્ષાના જોખમરૂપ સાફ સફાઇના વડાપ્રધાન સુધી નોંધ લેવાઇ તેવા કાર્ય વિભિન્‍ન અભિયાન રૂપે દ્વારકા એસપી નિતેશ પાંડે ટીમ ચલાવે છે રાજકોટ રેન્‍જ વડા અશોકકુમાર યાદવના અભિયાન અંતર્ગત વડીલોના પોલીસ પુત્રો હોવાનો ફરી અહેસાસ કરાવવા સાથે ત્રિરંગા અર્પણ

રાજકોટ તા. ૧૨ : સ્‍વાતંત્ર પર્વ અંતર્ગત  પ્રજા અને પોલિસમાં દેશભક્‍તિની ભાવના પ્રબળ બને અને રાષ્ટ્ર વિરોધી તત્‍વો સામે જાગૃતિ આવે અને સાથે મળી આવી બાબતોનો મુકાબલો કરી શકે તેવા ઉમદા હેતુથી દ્વારકા જિલ્લાના કાર્યદક્ષ એસપી નિતેશ પાંડે દ્વારા રેન્‍જ વડા અશોક યાદવના માર્ગદર્શન નીચે એક અનોખો પ્રયોગ હાથ ધરેલ જેને ખૂબ મોટી સફળતા મળી છે.

અત્રે એ યાદ રહે કે સૌરાષ્ટ્રના વિશાળ દરિયા કિનારા પર સાગર સુરક્ષા યોજના અંતર્ગત લોકોને વિશ્વાસમાં લઈ શકમંદ તત્‍વો કે જેઓ ડ્રગ્‍સ, ગેર કાયદે હથિયારો સાથે ઘુસતા હોવાથી લોકોની જાગૃતિ માટે રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા ઉતર સૌરાષ્‍ટ્રમાં અભિયાન ચાલે છે, તે દ્વારકા જિલ્લામાં તેનો ખુબ સારી રીતે અમલ થાય તે માટે પોલીસ સાથે લોકો કનેકટ થાય અને પોતીકાપણાનો અહેસાસ થાય તે માટે દ્વારકા એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા જે જહેમતથી સાફ સફાઈ કરવામાં આવી તેની નોંધ ખુદ વડાપ્રધાન દ્વારા લેવામાં આવી છે.         

માનવીય અભિગમ ધરાવતા એસપી નિતેશ પાંડે દ્વારા અપાયેલ સૂચના મુજબ પોલીસ ૯૦ જેટલા સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરી પોલીસ તમારી સાથે પોલીસ તમારા માટે એવો અહેસાસ ફરી એક વખત કરાવેલ.      

સાગર વિસ્‍તારના અમુક ટાપુઓ હવે નિર્જન નથી તેનો અહેસાસ દેશદ્રોહી પ્રવૃતિઓ ચલાવનાર શખ્‍સોને અહેસાસ થાય તે માટે આવા ટાપુઓ પર પણ  પોલીસ દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવેલ.

(11:45 AM IST)