<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના બીજા સોમવારે શીશ ઝૂકાવતા અસંખ્‍યા ભાવિકો

હર..હર..મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠયુ : મહાપૂજા બિલ્‍વપૂજા, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: સોમનાથમાં બીજા સોમવારે હર હર મહાદેવનાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠયું બપોરે ૧૨ વાગ્‍યા સુધી માં ૪૦ હજાર થી વધારે શિવ ભકતોએ શીશ નમાવ્‍યા શ્રાવણ માસના બીજા સોમવારે ભોળાનાથને શિશ નમાવવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટી પડેલ હતા સવારે ૪ વાગ્‍યાથી બપોરે ૧૨ વાગ્‍યા સુધી માં ૪૦ હજારથી વધારે શિવ ભકતોએ ભોળાનાથને શિશ નમાવેલ હતા દર્શન ખુલતા લાંબી લાઈનો લાગેલ હતી જય સોમનાથ, હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતુ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ તેમાં ધ્‍વજા રોહણ, તત્‍કાલ મહાપુજા , બિલ્‍વ પુજા, રૂદ્રાઅભિષેક સહીત મહામળત્‍યુજય જાપ ની હજારો પુજાવિધીઓ નોધાયેલ હતી.

શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભોળાનાથના દર્શન કરવા માટે હજારો શિવ ભકતો કાવડીયાઓ પગપાળા ચાલીને આવતા હોય જેથી જુનાગઢથી ઉના સુધીનો રોડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો હતો હજારો શિવ ભકતો પવિત્ર ત્રીવેણી નદીમાં સ્‍નાન કરી સવારે ૪ વાગ્‍યે મંદિરના દ્વાર ખુલે તે પહેલા લાંબી લાઈનોમાં ભોળાનાથને શિશ નમાવવા ઉભા હતા.

તા.૧૨/૮ના બીજા સોમવારે સોમનાથ મંદિર સવારે ૪ વાગ્‍યે મંદિરના દ્વાર ખુલેલ હતું પ્રાંત મહાપુજા પ્રારંભ સવારે ૬ થી ૭, પ્રાત આરતી સવારે ૭ થી ૭.૧૫, મહામળત્‍યુજય યજ્ઞ પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે, નુતન ધ્‍વજા રોહણ સવારે ૮ કલાકે, સવાલક્ષ બીલ્‍વપુજા પ્રારંભ સવારે ૮ કલાકે,સંકલ્‍પ તથા પાલખીપુજન તથા યાત્રા સવારે ૯ કલાકે,મધ્‍યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨,મધ્‍યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્‍યા સધી માં ૪૦ હજાર થી વધુ શિવભકતો શિશ નમાવેલ હતા.બીજા સોમવારે ગીર સોમનાથ જુનાગઢ જીલ્લા માંથી ૪ હજાર થી વધારે શિવ ભકતો તેમજ કાવડીયા પગપાળા આવતા હોય તે ના માટે ઠંડુપાણી ચા કોફી નાસ્‍તો ફારાળની વ્‍યવસ્‍થા અનેક સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા હાઈવે ઉપર કરવામાં આવેલ તેમજ પોલીસ,સોમનાથ સીકયુરીટી દ્વારા કડક બંદોબસ્‍ત જણાય તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

વેરાવળ સુત્રાપાડા વિસ્‍તારમાં ૩૦૦ થી વધુ મંદિરોમાં અનેક શિવ મંદિરોમાં અનેક પુજા વિધી કરવામાં આવશે જેમાં બિલેશ્વર મહાદેવ,અંબાજી મંદિર,કાશી વિશ્વનાથ, તપેશ્વર, બિરલા મંદિર સુત્રાપાડામાં સુખનાથ મહાદેવ,પ્રાંચી માધવરાજી મંદિર સહીતના મંદિરોમાં શ્રાવણ માસનો ભારે ઉત્‍સાહ દેખાય રહેલ છે

(2:25 PM IST)