<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સૌરાષ્‍ટ્ર -કય્‍છમાં વાદળા યથાવત : ગોંડલમાં સવારે અડધો ઇંચ

પવનના સૂસવાટા સાથે કોઇ-કોઇ જગ્‍યાએ વરસતા ઝાપટા : મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા યથાવત છે અને ગોંડલમાં સવારે અડધાો ઇંચ વરસાદ પડયો હોત. આ સાથે સર્વત્ર પવનના સૂસવાટા સાથે મિશ્રા હવામાન યથાવત છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :  ગોંડલ માં મેઘાડંબર વચ્‍ચે આજે વહેલી સવાર થી ધીમીધારે વરસાદ વરસવો શરુ થયો છે. વરસાદ ને કારણે રાતાપુલ, કોલેજ ચોક સહિત પાણી ભરાયા હતા.રાજમાર્ગોપર ઠેરઠેર પાણીનાં ખાબોચીયા ભરાયા છે.આ લખાય છે ત્‍યારે અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.અને ઝરમર મેઘવર્ષા ચાલુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના સમાણા અને ધુનડામાં ઝાપટા વરસ્‍યા હતા.

આજ સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન ર૬.પ, મહતમ તાપમાન ૩૦.૯, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતિ ૯.૬ કિ.મી. રહી હતી.

(11:50 AM IST)