News of Monday, 12th August 2024
મહેન્દ્રભાઇ આણદાણીની તિરંગા યાત્રામાં લતીપુર રાસમંડળીની જમાવટ

લતીપુરઃ રાજકોટ ખાતે આજરોજ યોજાયેલ હર ઘર તિરંગાયાત્રાના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલ પરંપરાગત લોક નળત્ય મંડળીઓ નો રમઝટભર્યો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મંચ પાસે ચુનંદા ૧૧૦ કલાકારોએ અને યાત્રાના રૂટ પર આવેલા ૮ સ્ટેજ ઉપર અન્ય આઠ મંડળીઓના મળીને કુલ ૨૬૦ જેટલા લોક કલાકારોએ ગુજરાતની વિવિધ લોકકલા જેવી કે ઢાલ તલવાર સૌર્ય નળત્ય, ગોફ રાસ, ગરબા, ડાંગી આદિવાસી નળત્ય,રાઠવા ઓનું હોળી નળત્ય, નળકાંઠાના પઢારોનો મંજીરા રાસ,દેવભૂમિ દ્વારકાનું બાવન બેડા નળત્ય, હાલારના રાસડા, મિશ્ર રાસ,જુનાગઢ જિલ્લાનો મણીયારો જેવા વિવિધ રમઝટ ભર્યા લોક નળત્યો રજૂ થયા આ લોક કલાકારોએ પોતે તો પોતાની લોકકલા ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે પીરસીજ પરંતુ તેની સાથોસાથ રાજકોટની ઉત્સવ પ્રેમી અને કલાપ્રેમી જનતાને પણ પોતાના નળત્યોના તાલે નચાવ્યા આ સમગ્ર કાર્યક્રમની કોરિયોગ્રાફી અને કોઓર્ડીનેશન લોક નળત્યનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા મેળવેલ અને ગુજરાત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવેલ શ્રી મહેન્દ્ર આણદાણીએ કરેલ અને તેને એસોસિયેટ્સ કોરીયોગ્રાફર શ્રી મયંક દવેએ સાથ આપેલ મુખ્ય મહેમાનો ના આગમન સમયે ૧૧૦ કલાકારોએ એક જ મ્યુઝિકના તાલે પોતાની કલાની પ્રસ્તુતિ કરી જનમેદની ની વાહ-વાહી મેળવેલ. આ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ રાજ્યના યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
