<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા શ્રધ્‍ધાળુઓને તિરંગો આપી અભિયાનમાં જોડાવવા આહ્‌વાન

દ્વારકા ખાતે સ્‍થિત રાધે ફાઉન્‍ડેશનમાં રહેતા મનોદિવ્‍યાંગ બાળકોને હર ઘર તિરંગા અભિયાન જોડાઇ તિરંગાની મહત્તાની વિશે સમજ મેળવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૨ : દેશની આઝાદીના ૭૮માં  સ્‍વતંત્રતા દિવસ પૂર્વે નાગરિકોમાં દેશભક્‍તિની ભાવનાની જ્‍યોત પ્રજ્‍વલિત થાય તેવા ઉદેશ્‍યથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહવાનને પગલે તા.૦૮ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ આહવાનને ઝીલીને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજ્‍યમાં હર ઘર તિરંગા અભિયાનને વ્‍યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.

જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર શ્રી જી.ટી.પંડ્‍યાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગવાન બન્‍યું છે. તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયની રાહબરી હેઠળ દ્વારકા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા દ્વારકાધીશ મંદિર ખાતે પધારતા  દર્શનાર્થીઓને તિરંગો આપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત દ્વારકા ખાતે રાધે ફાઉન્‍ડેશનમાં રહેતા દિવ્‍યાંગ બાળકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. તેમજ બાળકોને તિરંગાના મહત્‍વ વિશે અવગત કરાવવામાં આવ્‍યા હતા.

(12:14 PM IST)