News of Monday, 12th August 2024
ભાવનગર પોલીસ બેડામાં ૧૦૫ પોલીસ કર્મચારીઓની બદલી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : ભાવનગર શહેર જિલ્લાના પોલીસ મથકો પર ફરજ બજાવી રહેલા કુલ ૧૦૫ પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ જિલ્લા પોલીસવડા ડો. હર્ષદ પટેલે કર્યા છે.
આ બદલીના હુકમોમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ અને મહિલા હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર જિલ્લાના તમામ પોલીસ બેડામાં ૧૦૫ પોલીસ કર્મચારીઓની બદલી પોલીસમાં મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓની આંતર પોલીસ મથકો પર બદલીઓ કરવામાં આવી છે. એક સાથે ૧૦૫ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો થતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
