<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

૭ માસના બાળક સહજનું આંચકી ઉપડયા બાદ મોત

સુરતથી જામકંડોરણાના બોરીયા ગામે માવતરે આટો દેવા આવેલી પરિણીતા વૈભવીબેન ઉદયભાઇ વોરાએ એકનો એક લાડકવાયો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૧૨: સુરતથી જામકંડોરણાના બોરીયા ગામે માવતરે આંટો દેવા આવેલી પરિણીતાની ૭ માસના દિકરાનું આંચકી ઉપડયા બાદ મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ સુરત સીમાડા ગામે કુબેરનગરમાં સાસરૂ ધરાવતી વૈભવીબેન ઉદયભાઇ વોરા નામની પરિણીતા થોડા દિવસ પહેલા સુરતથી જામકંડોરણાના બોરીયા ગામે રહેતાં પિતા મહેન્‍દ્રભાઇ ગોરધનભાઇ પટોડીયાના ઘરે આટો દેવા આવી હોઇ ગઇકાલે તેની ૭ મહિનાના દિકરા સહજને એકાએક આંચકી ઉપડતાં   બેભાન થઇ જતાં જામકંડોરણા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ બાળક સહજનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

વૈભવીબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. તેના પતિ ઉદયભાઇ વિનોદભાઇ વોરા કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયર છે. બંનેનું સહજ પહેલુ જ સંતાન હતું. પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી

(2:27 PM IST)