News of Monday, 12th August 2024
''હર ઘર તિરંગા અભિયાન'' : કાલાવડ તાલુકામાં ભુલકાંઓએ ઉત્સાહભેર દેશભક્તિનો સંદેશો આપતી રંગોળીનું નિર્માણ કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.12 : સમગ્ર જામનગર જિલ્લામાં તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સર્વે નાગરિકો આ અભિયાનમાં કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે કાલાવડ તાલુકામાં આવેલ બાંગા પ્રાથમિક શાળાના ભુલકાંઓએ ઉત્સાહભેર દેશભક્તિનો સંદેશો આપતી વિવિધ સુંદર મજાની રંગોળીનું નિર્માણ કર્યું હતું. તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાની હિસ્સેદારી નોંધાવી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ તાલુકા વહીવટી તંત્ર, શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
