News of Monday, 12th August 2024
ખંભાળીયાના ભાળથરના કુવામાંથી રાજેશ મંગેરાની હાથ-પગમાં દોરી બાંધેલ હાલતમાં લાશ મળી
હત્યા કરીને કોઇએ ફેંકી દીધાની શંકાઃ પોલીસ તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૨: ખંભાળીયાના ભાળથરના યુવકનો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભાળથર ગામનો રાજેશ નથુ મંગેરા ૪૫ વર્ષ ૪ દિવસ થી ગુમ હતોᅠ ભાળથર ગામે વાડીવિસ્તારમાં કુવા માંથી લાશ મળી હતી.
હાથ પગ દોરી વડે બાંધેલી હાલતમાં કૂવામાંથી લાશ મળી છે. ડીવાયએસપી, એસઓજી, આઇસીબી સહિત પોલીસ કાફલો સ્થળપર દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ પેનલ પી એમ માટે જામનગર ખસેડાયો હતો.
હાથ પગમાં દોરેલી બાંધી હોવાનું કહેવાય છે જેથી આ બનાવ હત્યાનો હોવાનું સંભાવના જણાતાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા આ અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે કોઈએ તેને મારીને કૂવામાં નાખી દીધો હોવાની શક્યતા પરથી એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
