<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

પોરબંદરમાં તિરંગાનું વિતરણ

  પોરબંદર :  રાજ્‍યમાં ૭૮માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા  અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના હસ્‍તે વાહનચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્‍યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં દેશના તમામ રાજ્‍યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગળહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવવામાં આવી રホા છે. પોરબંદરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ. જાડેજાના હસ્‍તે નાગરિકોને તિરંગા વિતરણ કરવામાં આવ્‍યું હતું. કમલાબાગ નજીક જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તેમજ તેઓના પોલીસ સ્‍ટાફ દ્વારા રસ્‍તા પર પસાર થઈ રહેલા વાહનચાલકોને આ તિરંગા વિતરણ કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીર.

(2:25 PM IST)