<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

જામનગરમાં ફરી હાઉસીંગ બોર્ડના મકાનનો બ્‍લોક ધરાશાયી

નવી સાધના કોલોની વિસ્‍તારમાં બનાવ : જો કે સદ્‌ભાગ્‍યે જાનહાની નથી

ગઇકાલે પણ સાધના કોલોનીમાં એમ-૭૨ જે મકાન ખાલી કરાવેલ હતું તેના બાર બ્‍લોક પૈકી ત્રણ બ્‍લોક અત્‍યારે ધરાશાયી થયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસ ખાતુ અને કોર્પોરેશનનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. કોઇ જાનહાની છે નહી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : જામનગરમાં ફરી હાઉસીંગ બોર્ડનો એક બ્‍લોક ધરાશાયી થતા દોડધામ મચી ગયો છે.

નવી સાધના કોલોની વિસ્‍તારમાં આવેલ ધરાશાયી થયો હતો. અગાઉ જ કોર્પોરેશને બ્‍લોક ખાલી કરાવતા જાનહાની ટળી છે. આ વિસ્‍તારમાં અગાઉ બે હાઉસિંગ બોર્ડના બ્‍લોક ધરાશાયી થઇ ચૂક્‍યા છે.

મોડી રાત્રે એમ-૭૩ બ્‍લોક અચાનક જ તૂટી પડયો હતો. મોડી રાત્રે ફાયર, ૧૦૮ અને પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.

સદ્‌ભાગ્‍યે કોઇ જાનહાની ન થતાં હાશકારો થયો છે.

(3:21 PM IST)