News of Monday, 12th August 2024
નવા રાજપીપળા નજીક રૂ.ર૮ હજારના દારૂ ભરેલી કાર સાથે અજીતસિંહની ધરપકડ
કોટડા સાંગાણી પોલીસનો દરોડોઃ ૯૬ બોટલ દારૂ અને કાર મળી રૂા. ૩.ર૮ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા., ૧૨: કોટડા સાંગાણીના નવા રાજપીપળા ગામ નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર૮ હજારના વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ નવા રાજપીપળા નજીક એક કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા કોટડા સાંગાણી પોલીસ મથકના એએસઆઇ રાજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. રવિરાજસિંહ જાડેજા સહીતે દરોડો પાડી જી.જે. ૩ સીઇ-૭૧૯૮ નંબરની એસેન્ટ કારમાંથી રૂા. ર૮,૮૦૦ની કિંંમતની દારૂની ૯૬ બોટલ મળી આવતા પોલીસે ચાલક અજીતસિંહ પુંજસિંહ ઝાલા (ઉ.વ.૩પ) (રહે. ગોંડલ રેલ્વે સ્ટેશન પાસે ભાડે)ને પકડી લઇ દારૂ તથા કાર મળી રૂા. ૩,ર૮,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
