News of Monday, 12th August 2024
સાવરકુંડલામાં કાણકીયા કોલેજ દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિતે મહારેલી

રાજકોટ : વન્ય વિભાગ ગુજરાત રાજય તથા વન્ય પ્રાણી વિભાગ સાસણ-ગીરના ઉપક્રમે કણકીયા કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસ નિમિતે મહારેલીનું આયોજન કરાયુ હતુ. પ્રિ.ડો. એસ. સી. રવિયાએ સિંહના રક્ષણ, સંવર્ધન અને તમામ વન્ય જીવો પ્રત્યે જાગૃતતા કેળવવવા કટીબધ્ધ થવા વિદ્યાર્થીઓને હાલક કરી હતી. વન વિભાગ નોર્મરલ રેન્જ સાવરકુંડલા તથા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સિંહના મોહરાનું વિતરણ કરાયુ હતુ. રેલીના પ્રસ્થાન સમયે પ્રિ.ડો. એસ. સી. રવિયા, ડો. એલ. એલ. ચૌહાણ, ડો. એ. જે. ચૌહાણ તથા સ્ટાફગણે ઉપસ્થિત રહેલ.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
